જામનગર તા.૧૫ ડીસેમ્બર, જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે.
જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪ ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં ૧૧૨ તથા યલો ઝોનમાં ૪૨ ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી (ઈ.ચા.) બ્રિજેશ કાલરિયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ જામનગર મહાનગરપાલિકા સહિતના સમગ્ર જામનગર જીલ્લાના રેડઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. આગામી તા.૦૯-૦૧-૨૦૨૬ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
