રાજકોટના એએમ શેખ સહિત ડિસ્ટ્રિક્ટ જજ કેડરના પાંચ જજીસને ફરજિયાત નિવૃત્ત કરાયા

  • March 17, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટની ભલામણથી ગઈકાલે ખાસ નોટિફિકેશન બહાર પાડીને રાજકોટના એ.એમ. શેખ સહિત ડિસ્ટ્રિક્ટ જજ કેડર પાંચ ન્યાયિક અધિકારીઓને પ્રિ-મેચ્યોર રિટાયર એટલે કે ફરજિયાત નિવૃત્ત કરી દેવાતા ન્યાયિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.


જાણવા મળ્યા મુજબ, જેમને પ્રિ-મેચ્યોર રિટાયર કરવામાં આવ્યા છે તેમાં રાજકોટના એડિશનલ સેશન્સ એ.એમ. શેખ ઉપરાંત મોરબીના પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ અને પ્રશાંત વિનોદરાય જોષી, પોરબંદરના મોહમ્મદ એલિયાસ ફરીદભાઈ મંડલી અને મોડાસાના કીર્તિ કુમાર જયંતીલાલ દરજીનો સમાવેશ થાય છે.


હાઇકોર્ટ દ્વારા ઉપરોક્ત પાંચેય ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ન્યાયિક અધિકારીઓને પ્રિ-મેચ્યોર રિટાયર કરવાની ભલામણના આધારે રાજ્ય સરકારના જોઈન્ટ સેક્રેટરી એચ. એચ. વર્મા દ્વારા ગઈકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application