જામનગર : કનસુમરા સીમમાં પાના ટીંચતા ચાર શખ્સો ગીરફતાર

  • December 16, 2025 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર તાબેના કનસુમરા સીમ વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને બે લાખના મુદામાલ સાથે એલસીબીએ દબોચી લીધા હતા, બે શખ્સ નાશી ગયા હતા જેની શોધખોળ આદરવામાં આવી છે.


એલસીબી પીઆઇ લગારીયના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મોરી, પીએસઆઇ કાંટલીયા અને સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે જામનગર તાલુકાના કનસુમરા ગામની સીમમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા મસીતીયા ગામના ઇમરાન ઉર્ફે ટકો ઇબ્રાહીમ ખફી, આસીમ ઉર્ફે બાઠુ હમીદ ખફી, દરેડ ગામના અકબર મામદ ખફી અને મસીતીયાના હશન દોસમામદ બુઢાણીને પકડી લીધા હતા.
​​​​​​​

દરોડા દરમ્યાન રોકડા ૧.૧૩ લાખ, ગંજીપતા, બે મોટરસાયકલ મળી કુલ ૨.૦૮ લાખનો મુાદમાલ જપ્ત કરવામાં આવ્યો છે. જયારે મસીતીયાના શીબર ઉર્ફે ભભો જુસબ ખફી અને જામનગર ખોડીયાર કોલોનીના મુન્નાભાઇ ઝાલા આ બંને નાશી ગયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News