છોટીકાશી જામનગરમાં આજે ગીતાજંયતિની ઉજવણી પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ટાઉનહોલમાં જ્ઞાન, આઘ્યાત્મિકતા અને સંસ્કૃતનિા ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની જુદી-જુદી શાળાના વિધાર્થીઓ સહભાગી થયા હતાં.
પરંતુ ટાઉનહોલના પ્રવેશદ્વારે સવારે ભૂગર્ભ ગટર છલકાતા ગંદાપાણીની રેલમછેલ થઇ હતી.
આથી વિધાર્થીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થઇ ગીતા જંયતિ મહોત્સવમાં જવાની ફરજ પડતા ભારે રોષ સાથે ધાર્મિક લાગણી દુભાઇ હતી.
નવાઇની વાત તો એ છે કે, ટાઉનહોલના નવીનીકરણ પાછળ અધધ..રૂ.૭ કરોડનો જંગી ખર્ચ કરાયો છેેે. આમ છતાં ટાઉનહોલના પ્રવેશદ્વારે ગટરના પાણી રેલમછેલથી મહોત્સવમાં આવનાર વિધાર્થીઓનું ગંદા પાણીથી સ્વાગત થતા મનપાની ઘોર બેદરકારી અને કરોડોના ખર્ચ પર પાણી ઢોળની સાથે આ મુદો શહેરભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છેે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
