કાલાવડમાં રાત્રીના એક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, જેમાં કારના ચાલકે એકટીવાને હડફેટે લેતા હોમગાર્ડ જવાનનું મૃત્યુ નિપજતા શોકનું મોજુ ફરી વળ્યુ છે આ મામલે ફરીયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
કાલાવડમાં રાત્રીના દસેક વાગ્યાના સુમારે આઇટીઆઇ સામેના વિસ્તારમાં ફોરવ્હીલ કારના ચાલકે બેદરકારીથી ચલાવીને એકટીવાને હડફેટે લેતા ચાલકનું મૃત્યુ થયુ હતું. દરમ્યાન કાલાવડ ટાઉન પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. કારના નં. જીજે૧૦ડીઆર-૪૮૪૬ હોવાનું જાણવા મળ્યુ છે જેના આધારે તપાસ લંબાવી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ કાલાવડનો હોમગાર્ડ જવાન ગીરીશભાઇ ગોરધનભાઇ પરમાર રાત્રીના તેમની ફરજ પુરી કરીને ઘર તરફ જઇ રહયો હતો ત્યારે અકસ્માત નડયો હતો, બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે આજે સવારે હોસપીટલ ખાતે મૃતકના પરિવારજનો સહિતના દોડી ગયા હતા અને પીએમ સહિતન કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application