એસ્ટેટ શાખાની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં શહેરમાંથી ૧૦ રેકડી, પ કેબીન, ૪૦ પથારા સહિત ચાર મોટા ટ્રેક્ટર ભરીને માલ સામાન જપ્ત કરાયો
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી મોટાપાયે દબાણો દૂર કરવાની કામગીરીને અવીરત ચાલુ રાખવામાં આવી છે, અને છેલ્લા પાંચ દિવસના સમયગાળા દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૧૦ રેકડી, પાંચ કેબિન, ૪૦ પથારા સહિતના લગભગ ૪ જેટલા મોટા ટ્રેકટર ભરીને માલ સામાન જપ્ત કરી લેવાયો છે, અને શહેરમાં અનેક દબાણો દૂર કરવા અવિરત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી,ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા અને આસી. કમિશનર ભાવેશ જાની ના સીધા માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખા ની ટુકડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત દોડતી રહી છે, અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા અનેક દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
