ખીજડીયા અને રણમલ પર પક્ષીપ્રેમીઓની ઉમટી પડતી ભીડ :પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવો, ખોરાકી ઝેરથી મૃત્યુની ઘટનાઓ પુનરાવર્તિત ન થાય.
જામનગર વિદેશી પક્ષીઓ માટે શિયાળાની રાજધાની છે એમ કહી શકાય કારણકે હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ હજારો માઈલનું આકાશી અંતર કાપી જામનગર આવી ઠંડીની ઋતુ અહીં જ વીતાવે છે.આ વર્ષે પણ વિદેશી પક્ષીઓનું નોંધપાત્ર પ્રમાણમાં આગમન થઇ ચૂક્યુ છે.
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય તથા રણમલ તળાવ આસપાસનાં વિસ્તાર એ આ પક્ષીઓનાં મનપસંદ સ્થળો છે.
રણમલ તળાવમાં 'મલાર્ડ' નામનું પક્ષી પણ જોવા મળતા પક્ષી પ્રેમીઓ રોમાંચિત છે. લીલા માથાવાળું અને પીળી ચાંચ વાળુ આ બતક જેવુ લાગતુ પક્ષી ઈકો સિસ્ટમમાં અગત્યનો ભાગ ભજવે છે.
આવા વિવિધ પ્રજાતિનાં વિદેશી પક્ષીઓ નિહાળવા માટે રણમલ તળાવ પર પક્ષી પ્રેમીઓ ઉમટી પડે છે. ઉલ્લેખનીય છે કે ઘણા નાગરિકો આ પક્ષીઓને ચણની સાથે જ ગાંઠીયા પણ ખવડાવે છે.
જે ખરેખર પક્ષીઓ માટે હાનિકારક છે ગત વર્ષે ઘણા વિદેશી પક્ષીઓનાં ખોરાકી ઝેરને કારણે મૃત્યુ પણ થયા હતા ત્યારે નિષ્ણાંતો, પક્ષી પ્રેમીઓ અને તંત્ર નાગરિકોને સતત ખાસ અનુરોધ કરે છે કે પક્ષીઓને ગાંઠીયા ન ખવડાવશો કારણકે વિદેશથી આવેલા આ ઉડતા અતિથીઓની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
