જ્યારે કોઇપણ આતંકવાદી ઘટના બને છે ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તેજ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંતબાદનો સમયગાળો હાઇ એલર્ટનો સમય હોઇ અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઇ એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાનનો હોય છે.
કારણ કે, આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી. આ બાબતે ધ્યાને લઈ સિક્કા ડીસીસી જેટીથી ચેનલ વિસ્તારમાં સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસમાં મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા સર તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી એલ માલસર તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના હ.પો.ઈ. ડી આર યાદવ તથા હ.પો.સ.ઈ. જી.એમ. બોપલિયા અને તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ 7/12/2025ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો શંકાસ્પદ બોટ અવવારૂ જગ્યાઓની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
