પોલીસના નામે તોડ કરતો મિહિર કુગશિયા બીજી વાર પાસાના પિંજરે ધકેલાયો

  • March 11, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ક્રાઈમ બ્રાંચના નામે એસટી બસ સ્ટેશન પાછળ કપલને આંતરી ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ૩૧ હજારનો તોડ ગોંડલના ગ્રાફિકના ધંધાર્થી યુવક પાસે પાંચ લાખનો તોડ મોરબીના યુવક પાસે બળજબરીથી એટીએમ માંથી ૧૨ હજારનો તોડ એક ટ્રાન્સપોર્ટર પાસે ૨૦ હજારનો તોડ સરધારના યુવકને રિક્ષામાંથી નીચે ઉતારી ૯૫ હજારનો તોડ સહિત કુલ સાત જેટલા પોલીસના નામે તોડ કરવાના ગુનામાં નામચીન પોપટપરાના મિહિર કુગશિયાને વધુ એક વખત પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ તેમજ એલસીબીની ઓળખ આપી લોકો પાસેથી તોડ કરનાર પોપટ પરા શેરી નંબર 5 રામજી મંદિર નજીક રહેતા મિહિર ભાનુભાઈ કુગસિયા ઉંમર વર્ષ 21 સામે એ ડિવિઝન,ભક્તિનગર, બી ડિવિઝન અને ગોંડલ સિટીમાં કુલ સાત જેટલા તોડ કર્યાના ગુના નોંધાયા હતા.


આ ઉપરાંત અગાઉ એક વખત પાસા હેઠળ સુરત જેલની હવા ખાઈ ચૂક્યો છે ત્યારે શહેર પીસીબી બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયાની સૂચનાથી ટીમે મિહિર સામે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમારઝા, દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઇસ્યુ કરતા પીસીબી ની ટીમે વોરંટ ની બજવણી કરી નામચીન તોડબાજ મિહિર કુગસિયાને પાછા હેઠળ વધુ એક વખત વડોદરા જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા,પીઆઇ એમ.જે હુંણ, પીએસઆઇ પીબી,ત્રાજિયા,પીએસઆઇ આર કે જાડેજા, એ એસ આઇ મયુર પલારીયા, સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ કલોતરા, દિલીપભાઈ બોરીચા, ઉમેશભાઈ ચાવડા,વિશાલ દવે, હરદેવસિંહ રાઠોડ, કિરીતસિંહ, રાહુલગીરી, કુલદીપસિંહ જાડેજા, વિજય મેતા, યુવરાજસિંહ રાણા,નગીનભાઈ ડાંગર,હિરેન સોલંકી, હિરેન્દ્ર પરમાર સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application