ગુનેગારોને અત્રેના જિલ્લામાં રોકાણ કરી આતંકવાદી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરતા અટકાવવા અને જાહેર સલામતી હેતુ દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જે મુજબ જિલ્લામાં કોઇ મકાન માલિક અથવા વ્યવસ્થાપક મકાન ભાડે આપે ત્યારે નિયમાનુસારની માહિતી દિવસ-૮માં નિયત નમુનાના પત્રકમાં વિગતો સાથે જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાનું રહેશે.
જેમાં ભાડેથી આપેલ મકાનની વિગત તથા સરનામું, મકાન ભાડે આપ્યાની તારીખ અને માસીક ભાડાની વિગત, મકાન માલિક/મકાન ભાડે આપવા વ્યવસ્થા કરી આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું તથા ફોન નંબર, જે વ્યક્તિને મકાન ભાડે આપેલ છે તેનું પુરૂ નામ, વતનનું સરનામું અને ફોન નંબર, ફોટો આઇ.ડી પ્રૂફની નકલ, ભાડુઆતનો હાલનો ફોટોગ્રાફ, ભાડુ આપેલ મકાનમાં રહેતા તમામ વ્યક્તિના નામ, સરનામા, ફોન નંબર, ફોટો આઇ.ડી પ્રૂફની નકલ તેમજ હાલના ફોટોગ્રાફ, મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું તથા ફોન નંબરની વિગતોનો સમાવેશ થાય છે. મકાન ભાડે અપાઈ ગયેલાં હોય તેવા કિસ્સામાં પણ આ જાહેરનામું લાગુ પડે છે.
આ જાહેરનામું સમગ્ર જિલ્લાના વિસ્તારમાં તા.૨૪/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
