જામનગર તા.૧૨ ડીસેમ્બર, રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લામાં એક દિવસીય જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજવામાં આવશે.
રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને આવતીકાલે તા.૧૩/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી, લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં ક્રેડિટ લિંકેજ, DGFT/FIEOના સંકલનમાં એકસ્પોર્ટ સેમિનાર, Start up તેમજ PMFME યોજના અંગેના સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ બ્રાન્ડિંગ અંગે બ્રાસપાર્ટસ, બાંધણી, હસ્તકલા કારીગરીના તેમજ ઉધોગોને વિવિધ બેંકો તરફથી તથા વિવિધ સરકારી કચેરીઓ મારફત અમલીકૃત યોજનાઓની માહિતી પૂરી પાડતાં આનુષંગિક સ્ટોલ પણ રાખવામાં આવશે.
તેમજ કાર્યક્રમમાં જિલ્લા ઉધોગ કેન્દ્રની વિવિધ પ્રોત્સાહન યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાનાં તમામ ઉધોગકારો તેમજ નાગરિકોને ઉપસ્થિત રહેવા જામનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
