જામનગર : નાના થાવરીયા ગામે ૧૨ વર્ષના બાળકને મધમાખીએ ડંખ મારતા મૃત્યુ

  • December 15, 2025 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા વિશાલ ધીરુભાઈ જેપાર નામના ૧૨ વર્ષના બાળકને એકાએક મધમાખી કરડી જતાં તેને વિપરીત અસર થવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું, તેથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


મૃતક બાળક થેલેસેમિયાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે અને મધમાખીએ ડંખ માર્યા પછી તેને એકાએક રીએક્શન આવ્યું હતું, અને સારવાર માટે લઇ જતા જયાં તેણે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ટુકડી પણ જી.જી. હોસ્પિટલમાં દોડતી થઈ છે, અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News