રાજ્ય કક્ષાની સેરિમોનિયલ પરેડમાં જામનગરના સ્ટાફ મહિલા ઓફિસર બન્યા પરેડ કમાન્ડર...

  • December 16, 2025 06:00 PM 

જામનગર જિલ્લા હોમગાર્ડઝના સ્ટાફ ઓફિસર (મહિલા) પ્રેક્ષાબેન ભટ્ટે, તા. ૬ ડિસેમ્બર હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ દિવસ નિમિત્તે રાજ્ય કક્ષાની સેરિમોનિયલ પરેડમાં પરેડ કમાન્ડર તરીકે નેતૃત્વ કરેલ હતું. આણંદ ખાતે યોજાયેલ આ પરેડમાં પ્રેક્ષાબેન ભટ્ટને સેક્ધડ પરેડ કમાન્ડર તરીકે નિયુક્ત કરાયા હતા.


 પ્રેક્ષાબેન ભટ્ટ જામનગર જિલ્લાના એવા પ્રથમ મહિલા અધિકારી બન્યા છે, જેમણે બીજી વખત રાજ્યકક્ષાની હોમગાર્ડઝ પરેડમાં પરેડ કમાન્ડર રહ્યા હતા. પ્રેક્ષાબેન ભટ્ટની કામગીરીને મોમેન્ટો આપી બિરદાવવામાં આવેલ હતા.

​​​​​​​ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના કમાન્ડન્ટ જનરલ પિયુષ પટેલ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે હોમગાર્ડઝ હેડક્વાર્ટર ગુજરાત રાજ્યના સર્વે મનોનીત હોમગાર્ડઝ અધિકારીનો આભાર માન્યો હતો. જામનગર જિલ્લા હોમગાર્ડઝ માટે આ એક ગૌરવપૂર્ણ અને અભિનંદનીય ક્ષણ રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News