શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રસુલપરામાં જ રહેતા પોતાના મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે દસેક મહિના પહેલા તેના દાદાનું મકાન હિરાસર ગામ પાસે આવેલું હોય એરપોર્ટની જગ્યામાં આ મકાન કપાતમાં જતા સરકાર તરફથી રૂપિયા 9.11 લાખ વળતર ચૂકવવામાં આવ્યું હતું. જે રકમમાંથી યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી. જે રકમ પૈકી રૂપિયા દોઢ લાખ યુવાનના પિતાએ રસુલપરામાં આવેલ ઘરે કબાટમાં તિજોરીમાં રાખ્યા હતા.
દરમિયાન તારીખ 19/5/2025 ના સાંજના આઠેક વાગ્યા આસપાસ યુવાનના મોટા બાપુ ગુલમહંમદભાઈ રૈયાના પુત્ર અનીષના લગ્ન જે ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી વિસ્તારમાં રહેતા હોય ત્યાં જેથી યુવાનના પરિવારના સભ્યો પ્રસંગમાં ગયા હતા અને ઘરને તાળું મારી ચાવી મિત્ર જે આશિફ જે દરરોજ નાના-મોટા કામમાં યુવાન સાથે રહેતો હોય તેને આપી હતી.
તા. 20/5/2025 ના બપોરના 2:00 વાગ્યા આસપાસ યુવાનના માતા-પિતા ઘરે આવી કબાટમાં રહેલી તિજોરીમાં જોતા રૂપિયા દોઢ લાખ જોવા મળ્યા ન હતા. જેથી તેણે પુત્રને ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સલમાને ઘરે આવી તેના મિત્ર ઉર્ફે બુઢાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. થોડા સમય બાદ આશિફે ઇન્સ્ટાગ્રામમાંથી કોલ કરી યુવાનને કહ્યું હતું કે, મારે રૂપિયાની જરૂર હોય માટે તારા ઘરેથી પૈસા લઈ ગયો છું. બાદમાં તેણે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય અને પૈસા ચૂકવી દેશે તેવું જણાવતા યુવાને આજદિન સુધી આ અંગે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં પૈસા પરત ન આપતા અંતે યુવાને મિત્ર વિરુદ્ધ ચોરીની આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અંગે વધુ તપાસ પી.એસ.આઇ એમ આઇ શેખ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર સૌથી મોટો બિન-પરમાણુ બોમ્બ ફેંક્યો... સેટેલાઇટ તસવીર આવી સામે
March 12, 2026 04:56 PMવધુ ફી વસૂલતી જામનગરની પી.વી. મોદી હાઇસ્કૂલને રૂ. 7.50 લાખનો દંડ, સરકારની કબુલાત
March 12, 2026 04:41 PMગિરનાર અંબાજી મંદિરના ભંડારા વિભાગમાં ચિકન પાર્ટી, કથિત વીડિયો બાદ તંત્ર સફાળું જાગ્યું
March 12, 2026 04:04 PMવોર્ડ નં.૩માં પૂરતું પાણી મળતું નથી, મનપામાં આપનું ટોળું ધસી આવ્યું
March 12, 2026 03:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
