BREAKING NEWS

અમેરિકાના શેરબજારમાં ઉથલપાથલ: ટોચના 20 ધનિકોમાંથી 18ના અબજો ડોલર ડૂબ્યા, મુકેશ અંબાણી કમાયા

  • March 19, 2026 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે વિશ્વભરના ઘણા અબજોપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ટોચના 20 અબજોપતિઓમાં, ફક્ત મુકેશ અંબાણી અને અમાનસિઓ ઓર્ટેગાની નેટવર્થમાં વધારો જોવા મળ્યો હતો. આ કારણે ડાઉ જોન્સ 768 પોઈન્ટ ઘટ્યો હતો. એસ એન્ડ પી 1.36 ટકા અને નેસડેક કોમ્પોઝીટ 1.46 ટકા ઘટ્યો હતો. ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધા પછી આ ફટકો પડ્યો હતો.


ગઈકાલે પોતાની સંપત્તિ ગુમાવનારા ટોચના દસ અબજોપતિઓની વાત કરીએ તો ઈલોન મસ્કની સંપત્તિમાં કુલ 4.66 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ઈલોન મસ્કની કુલ સંપત્તિ ઘટીને 659 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ દરમિયાન, બીજા સૌથી ધનિક વ્યક્તિ લેરી પેજને 2.37 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. તેમની કુલ સંપત્તિ હવે 264 બિલિયન ડોલર થઈ ગઈ છે. સેર્ગેઈ બ્રિનની સંપત્તિ 2.18 બિલિયન ડોલર ઘટીને 245 બિલિયન ડોલર થઈ ગઈ છે. ચોથા ક્રમાંકિત અબજોપતિ જેફ બેઝોસે 4.55 બિલિયન ડોલર ગુમાવ્યા છે. તેમની કુલ સંપત્તિ હવે ફક્ત 234 બિલિયન ડોલર છે. માર્ક ઝુકરબર્ગે 2.35 બિલિયન ડોલર ગુમાવ્યા છે. તેમની કુલ સંપત્તિ હવે 218 બિલિયન ડોલર છે.


બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં છઠ્ઠા ક્રમે રહેલા લેરી એલિસનની સંપત્તિમાં 1.92 બિલિયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. એલિસનની કુલ સંપત્તિ હવે 203 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ દરમિયાન, ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટે પણ 1.92 બિલિયન ડોલર ગુમાવ્યા, જેનાથી તેમની કુલ સંપત્તિ 154 બિલિયન ડોલર થઈ ગઈ છે. વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં આર્નોલ્ટ સાતમા ક્રમે છે. આઠમા ક્રમે રહેલા જેન્સન હુઆંગને પણ ૧.૨૩ બિલિયન ડોલરનું નુકસાન થયું છે. તેમની કુલ સંપત્તિ હવે ૧૪૯ બિલિયન ડોલર છે. જીમ વોલ્ટનને ૨.૭૪ બિલિયન ડોલરનું નુકસાન થયું છે, જેના કારણે તેમની કુલ સંપત્તિ ૧૪૬ બિલિયન ડોલર થઈ ગઈ છે. વોરેન બફેટ દસમા ક્રમે છે. તેમણે પણ ૨.૩૩ બિલિયન ડોલરનું નુકસાન કર્યું છે, જેના કારણે તેમની કુલ સંપત્તિ ૧૪૪ બિલિયન ડોલર થઈ ગઈ છે.

ગઈકાલે ભારતના શેરબજારમાં તેજી જોવા મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપની કંપનીઓના શેર વધીને બંધ થયા હોવાથી ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને બીજા ક્રમના સૌથી ધનિક ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં 708 મિલિયન ડોલરનો ઉછાળો મળ્યો અને તેઓ હવે 93.1 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના 18માં સૌથી ધનિક વ્યક્તિ છે. અદાણીની સંપત્તિમાં પણ 969 મિલિયન ડોલરનો વધારો થયો છે અને હવે તેમની પાસે 78.5 બિલિયન ડોલરની નેટવર્થ છે. આ વધારા છતાં, અદાણી 21મા સ્થાને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application