ગોંડલ યાર્ડમાં નવા જીરાની આવકના શ્રીગણેશ...પ્રથમ હરાજીમાં એક મણનો અધધ... રૂ.46,551 ભાવ બોલાયો
ગોંડલ યાર્ડમાં નવા જીરાની આવકના શ્રીગણેશ...પ્રથમ હરાજીમાં એક મણનો અધધ... રૂ.46,551 ભાવ બોલાયો
December 15, 2025 06:29 PM
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરાની આવકના શ્રીગણેશ થયા હતા. પ્રથમ હરાજીમાં એક મણનો ભાવ 46551 રૂપિયા બોલાયો હતો. જસદણ તાલુકાના ખેડૂત નવું જીરૂ લઈને આવ્યા હતા. ખેડૂતનું ફૂલહાર કરી મોઢું મીઠું કરાવી જીરાની આવકનો શુભારંભ કરાવ્યો હતો. જીરા પર ગુલાબની પાંદડીઓ મુકવામાં આવી હતી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, આ વખતે બજાર ભાવ સારા રહેશે તેવી આશા છે.
ડુંગળીની રેકોર્ડબ્રેક આવક
બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. એક લાખથી વધુ કટ્ટાની આવક થતા યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું હતું. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, પુષ્કળ આવક થતા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે.