BREAKING NEWS

પત્નીના વીમાના લાખો રૂપિયા હડપનાર પતિને હાઈકોર્ટે આપી અનોખી મંજૂરી; 14 વર્ષના સાથી ‘પેટ-ડોગ’ના અંતિમ સંસ્કાર માટે વચગાળાના જામીન

  • March 14, 2026 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાયદો હંમેશા પથ્થર જેવો કઠોર નથી હોતો, ક્યારેક તે સંવેદનાઓને પણ માન આપે છે. પત્નીની વીમા પોલિસીમાં છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવવાના આરોપમાં જેલમાં બંધ સુરતના એક શખ્સને તેના વફાદાર પાલતુ શ્વાનના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ગુજરાત હાઈકોર્ટે ખાસ પરવાનગી આપી છે.


શું હતો છેતરપિંડીનો સમગ્ર મામલો?
ફેબ્રુઆરી 2026માં સુરતના આઠવા લાઈન્સ પોલીસ મથકે એક મહિલાએ પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની વિગતો કોઈ ક્રાઈમ થ્રિલર જેવી છે. પત્નીએ વર્ષ 2000માં 25 વર્ષની મુદતની ₹5 લાખની વીમા પોલિસી લીધી હતી, જેમાં નોમિની તરીકે પિતાનું નામ હતું. પતિએ પિતાના નામ પર વ્હાઈટનર ફેરવી પોતાનું નામ લખી દીધું. પત્નીની નકલી સહી કરીને પોલિસી પર લોન મેળવી અને પાકતી મુદત પહેલા જ કુલ ₹17.69 લાખ ઉપાડી લીધા. આ છેતરપિંડી બહાર આવતા પોલીસે પતિની ધરપકડ કરી હતી. સુરતની નીચલી કોર્ટે તેની મનોરોગની સારવાર અને દીકરીને પૈસા મોકલવાની દલીલો ફગાવી જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.


આરોપી પતિએ જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ અરજી પેન્ડિંગ હતી તે દરમિયાન જ તેના ઘરે એક દુઃખદ ઘટના બની. છેલ્લા 14 વર્ષથી જે પાલતુ શ્વાન તેની સાથે પડછાયાની જેમ રહેતો હતો, તેનું મૃત્યુ થયું. પોતાના મૂંગા સાથીને અંતિમ વિદાય આપવા માટે આરોપીએ હાઈકોર્ટ પાસે માનવીય અભિગમ દાખવી રજા માંગી હતી.


સંવેદનાની જીત
હાઈકોર્ટે નોંધ્યું કે ભલે વ્યક્તિ પર આર્થિક ગુનાનો ગંભીર આરોપ હોય, પરંતુ એક જીવ પ્રત્યેનો તેનો પ્રેમ અને 14 વર્ષનો સંગાથ નકારી શકાય તેમ નથી. આરોપીને પોલીસ જાપ્તા હેઠળ તેના ઘરે લઈ જવામાં આવ્યો જેથી તે તેના વફાદાર શ્વાનને અંતિમ વિદાય આપી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News