BREAKING NEWS

ઈરાને એક વિડિયો કર્યો જાહેર, ઈરાકી જળસીમામાં અમેરિકી ઓઈલ ટેન્કર પર હુમલો, એક ક્રૂ મેમ્બરનું મોત

  • March 12, 2026 10:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાને ઈરાકી જળસીમામાં અમેરિકાની માલિકીના એક વિશાળ ઓઈલ ટેન્કર પર વિસ્ફોટકોથી ભરેલી બોટ વડે હુમલો કર્યો હોવાનો વીડિયો જાહેર કર્યો છે. આ હુમલામાં માર્શલ આઈલેન્ડનો ધ્વજ ધરાવતું 'સેફસી વિષ્ણુ' (Safesea Vishnu) નામનું ટેન્કર ભીષણ આગની લપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં એક ક્રૂ મેમ્બરનું મોત થયું હોવાના પણ દુખદ સમાચાર મળી રહ્યા છે.


ઈરાને જાહેર કર્યો હુમલાનો પુરાવો
ઈરાની મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઝડપી બોટ ટેન્કર તરફ ધસી જાય છે અને જોરદાર વિસ્ફોટ સાથે જહાજ આગના ગોળામાં ફેરવાઈ જાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ધાર્મિક સૂત્રોચ્ચાર કરતા અને અમેરિકાના વિનાશની વાતો કરતા સાંભળી શકાય છે. માત્ર એક જ નહીં, પરંતુ રાતોરાત કરવામાં આવેલા બે અલગ-અલગ હુમલાઓમાં બે ફ્યુઅલ ટેન્કરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.


બચાવ કામગીરી

ભારતીય દૂતાવાસ અને સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર સેફસી વિષ્ણુ ટેન્કર પર સવાર એક ખલાસીનું આ હુમલામાં મોત થયું છે. અન્ય ૧૫ થી ૨૭ જેટલા ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ઈરાકના બસરા બંદર પર ખસેડાયા છે. હુમલા બાદ ઈરાકના તમામ મુખ્ય ઓઈલ ટર્મિનલ્સ પર કામગીરી અસ્થાયી ધોરણે રોકી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application