ગુજરાત સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા ડિજિટલ ફ્રોડના બનાવો અટકાવવા અને સાયબર ક્રાઇમ ના ગુના સંદર્ભે સાવચેતી રાખવા માટે સોશિયલ મીડિયા તેમજ અખબારોના માધ્યમથી જાગૃતિ લાવવા અને તકેદારી રાખવા જાહેરાતો કરવામાં આવે છે છતાં ભણેલ ગણેલ લોકો સાયબર માફિયાઓનો શિકાર બનતા હોવાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે તેઓ જ વધુ એક છેતરપિંડીનો કિસ્સો પોલીસ દફત રે નોંધાયો છે જેમાં રાજકોટના સેશન્સ કોર્ટના નિવૃતઆસી.ક્લાર્ક ને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી 88.50 લાખ ખંખેરી લીધાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ અગાઉ બે આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ એક એમપી ના શખ્સને સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો હતો.
સાયબર ક્રાઇમ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના સાધુવાસવાની રોડ પર રહેતા અને નિવૃત્ત સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્ક દિનેશભાઈ જીવણભાઈ દેલવાડીયા 69ને તારીખ 8 /7 /2025ના રોજ તેમના મોબાઈલમાં અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી હું ટેલીફોન ડિપાર્ટમેન્ટ માંથી બોલું છું કહી 10 મિનિટ પછી તમને દિલ્હી ક્રાઈમ બ્રાંચ માંથી સુનિલકુમાર ગૌતમ નો ફોન આવશે તેમની સાથે વાત કરી લેજો એવું કહ્યું હતું અને ફોન કટ કરી નાખ્યો હતો.
ત્યારબાદ બીજો ફોન આવ્યો હતો અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ માંથી બોલું છું અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં સંદીપકુમાર જે આઇસીઆઈસીઆઈ બેંકના મેનેજર હતા તેમની વિરુદ્ધનો ગુનો દાખલ થયેલ છે અને તેમણે ફ્રોડ કરેલ છે અને તે ફ્રોડ નો 10% હિસ્સો તમને મળેલો છે તેવું સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપેલ છે તેમજ સંદીપ કુમારના ઘરમાં રેડ કરતા આઠ મિલિયન રોકડ અને 180 જેટલી અલગ અલગ બેંકની પાસબુક, ડેબિટ કાર્ડ, ચેકબૂકો કબજે કરેલ છે તેવું જણાવ્યું હતું.
જેથી આ કેસમાં તમે પણ હિસ્સેદાર છો અને આખી જિંદગી જેલમાં રહેવું પડશે તેમજ મનીલોડરીંગ અને ડ્રગ કેસમાં તમને ફીટ થઈ જશો તેવી ધમકી આપી હતી જેથી ગભરાઈ ગયેલા દિનેશભાઈ દેલવાડીયા એ કોઈને પણ જાણ કરી નહીં ત્યારબાદ તેમના પત્નીના મોબાઇલ વોટ્સએપમાં એક આરોપીને પકડેલ હોય તેવો ફોટો મોકલવામાં આવ્યો હતો અને આ અંગેની કોઈને જાણ કરશો નહીં તેમ કહી તેઓને જણાવેલ કે તમારા બેન્ક એકાઉન્ટમાં 10% વાળી ફ્રોડની રકમ આઇસીઆઇસીઆઇ બેંકમાંથી ગોલ્ડ લોન માંથી પણ 27 લાખ રૂપિયાનું આરટીજીએસ કરાવ્યા બાદ અલગ અલગ સમયે જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં 88.55 લાખ ટ્રાન્સફર કરાવી લેતા બંને વૃદ્ધ દંપતી એ પોતાની આખી જિંદગીની મરણમુળી એકઠી કરેલ તે ટ્રાન્સફર કરાવી લેતા અંતે પોતા ની સાથે છેતરપિંડીની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સાઇબરક્રાઇમના એસીપી ચિંતન પટેલ ની સૂચનાથી પીઆઇ એસડી ગીલવા અને ટીમે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ ગુનામાં અગાઉ કેતન જોશી અને આરોપી દેવાંશ રાહુલ જોશી ને ઝડપી લીધા બાદ વધુ એક આરોપી રાહુલ શ્રીકૃષ્ણ પાટીદાર ઉમર 27 રહે ઇન્દ્રપ્રસ્થ કોલોની મધ્યપ્રદેશ વાળા ને ઝડપી લેવામાં આવ્યો હતો ઝડપાયેલ આરોપી રાહુલ પાટીદારે અગાઉ ઝડપાયેલા બંને આરોપીના એકાઉન્ટ કમિશન પેટે લઈ એકાઉન્ટ હોલ્ડર ના ખાતામાં ફરિયાદી સાથે થયેલ ફ્રોડની આઠ લાખની રકમ ટ્રાન્સફર કરાવી હતી જે ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.