BREAKING NEWS

અમેરિકામાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે વિમાન હાઈવે પર જતી કાર સાથે અથડાતા ક્રેશ, મહિલાનું મોત, જુઓ LIVE વીડિયો

  • December 10, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના બની હતી. આ ઘટના ફ્લોરિડાના ઓર્લાન્ડો નજીક ઇન્ટરસ્ટેટ 95 (આઈ-95) પર બની હતી. એક નાનું વિમાન ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હાઇવે પર જતી એક કાર સાથે અથડાયું હતું. જેમાં કારચાલક મહિલાનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.


બ્રેવર્ડ કાઉન્ટી ફાયર રેસ્ક્યુ અનુસાર, કોકોઆમાં 201 માઇલ માર્કર નજીક આ-95 હાઇવેની દક્ષિણ તરફની બાજુએ વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન, વિમાન હાઈવે પર જતી કાર સાથે અથડાયું અને ક્રેશ થયું હતું. વિમાનબીચક્રાફ્ટ 55 મોડલનું હતું, જેમાં 27 વર્ષીય પાયલોટ અને તેના સાથી મુસાફર હતા. ફ્લોરિડા હાઇવે પેટ્રોલ અનુસાર, વિમાનના બંને એન્જિનમાં અચાનક પાવર લોસ થયો હતો, જેના પગલે પાયલોટે તુરંત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટ્રાફિક વચ્ચે ઉતરતી વખતે વિમાન 2023 મોડલની ટોયોટા કેમરી કાર સાથે અથડાયું હતું.


ટોયોટા કેમરી ચલાવી રહેલી 57 વર્ષીય મહિલાને ગંભીર ઈજા થઈ હતી અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. સદનસીબે, વિમાનમાં સવાર બંને વ્યક્તિને કોઈ ઈજા થઈ નહોતી. આ અકસ્માત સોમવારે સાંજે 5:45 વાગ્યે થયો હતો, જ્યારે હાઇવે પર ભારે ટ્રાફિક હતો. અથડામણ પછી વિમાન હાઇવે પર જ ઊભું રહ્યું અને આખા વિસ્તારમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.


આ દુર્ઘટના બાદ આ-95 ના દક્ષિણી લેનને 201 માઇલ માર્કર પાસે સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો. રાહત અને બચાવ ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. હાઇવે ઘણા કલાકો સુધી બંધ રહ્યો અને સવારે લગભગ નવ વાગ્યે ફરીથી ખોલવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, ફ્લોરિડામાં આ જ દિવસે ઓરલેન્ડોથી 46 માઇલ દૂર ડીલેન્ડ વિસ્તારમાં એક સેસના 172 વિમાને પણ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું, જેમાં સવાર બે લોકો ઘાયલ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application