BREAKING NEWS

સુરેન્દ્રનગરમાં 10 દિવસમાં SMCના દારૂના 3 દરોડાના ઘેરા પડઘા, LCBનું વિસર્જન, પીઆઇ જે.જે. જાડેજા સસ્પેન્ડ

  • December 19, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠીયાવાડમાં દારૂના ધંધાથી સપ્લાયરો દ્વારા બુટલેગરોએ મંગાવેલો દારૂ મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવતો હોય સ્ટેટ મોનીટરીંગ સેલ સતત વોચ ગોઠવી દારૂ ભરેલા વાહનો પર બાઝ નજર રાખી દારૂ ઝડપી લેતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 10 દિવસમાં ત્રણ કરોડથી વધુનો દારૂ નો જથ્થો એસએમસીએ ઝડપી પાડતા ચોકી ઉઠેલા રેન્જ આઈજી એ આકરૂ પગલું ભરી સમગ્ર એલસીબીનું વિસર્જન કરી જવાબદાર નિષ્ક્રિય એલસીબી પીઆઇ ને સસ્પેન્ડ કરી દેતા ખળભડાટ મચી જવા પામ્યો છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના ચીફ નિર્લિપ્ત રાય,અને યુવા એસપી મયુર ચાવડા દ્વારા દારૂના ધંધાથી સપ્લાયર અને બુટલેગર ઉપર રીતસરની ધોંસ બોલાવવા કરાયેલા આદેશ ના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ અલગ ટીમો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં બુટલેગર ઉપર બાઝ નજર ગોઠવી સતત પેટ્રોલિંગ કરી રહી છે.


ત્યારે તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા તાબેના નાની મોલડી ગામે 1.77 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ત્યારબાદ લીમડીના જાખણ માંથી 43 57 લાખનો દારૂ અને ચોટીલાની બળદેવ હોટલના પાર્કિંગમાંથી 72 લાખની કિંમતનો 6,550 બોટલ વિદેશી દારૂ ઝડપી ત્રણ કરોડથી વધુનો દારૂ ઝડપી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ખડા કરી દીધા હતા.


જેના પગલે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ પણ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાથી ચોકી ઉઠ્યા હતા તો બીજી તરફ રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ દ્વારા સુરેન્દ્રનગર એલસીબી અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને ધ્યાને રાખી તાત્કાલિક અસરથી સમગ્ર એલસીબીનું વિસર્જન કરી જવાબદાર નિષ્કાળજી દાખવનાર પીઆઇ જે.જે જાડેજાના સસ્પેન્ડના હુકમ કરતા સમગ્ર રેન્જમાં ખડભડાટ મચી ગયો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે એલસીબીનું વિસર્જન કર્યું છે, તે કર્મચારીઓની ફરજ પ્રત્યે બેદરકારી જણાશે તો રેન્જના અલગ અલગ જિલ્લામાં બદલી થવાના ભણકારા વાગી રહ્યા છે તેમજ જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા ટૂંક સમયમાંજ એલસીબીમાં આવવા ઉત્સુક જવાનોના ઇન્ટરવ્યૂ લીધા બાદ લાયકાત મુજબ નવી નિમણૂક કરવામાં આવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application