BREAKING NEWS

અજીબોગરીબ વિરોધ...પિતાને ટિકિટ ન મળી તો પુત્રે NCPના ધારાસભ્યની ઓફિસ બહાર પેશાબ કર્યો, જાણો ભારતમાં આવું ક્યાં બન્યું

  • January 22, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચુંટણીમાં ટીકીટની ઘેલછા માણસને ક્યાંથી ક્યાં લઈ જાય તે નક્કી નથી હોતું. પિતાને મહારાષ્ટ્ર જિલ્લા પરિષદની ચૂંટણીમાં ટીકીટ ન મળતા પુત્રને ખુબ લાગી આવ્યું હતું અને લાતુરમાં એનસીપીના ધારાસભ્યની ઓફિસ બહાર પેશાબ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાની જોરદાર ચર્ચા ચાલી રહી છે અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.


ઉદગીર તાલુકામાં બનેલી આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉદગીરના નિદેબન વિસ્તારના સામાજિક અને રાજકીય કાર્યકર મધુકર એકુરકેકરને 5 ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણી માટે એનસીપી દ્વારા ઉમેદવાર ન બનાવાયા બાદ વિરોધ શરૂ થયો હતો.


પક્ષના નેતૃત્વ પર અન્યાયનો આરોપ લગાવતા, તેમના પુત્ર, નીતિન એકુરકેકરે, બનસોડેના કાર્યાલયની બહાર પેશાબ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વિરોધનો એક વિડિઓ શેર કર્યો, પરંતુ વિવાદ સર્જાતા ક્લિપ ડિલીટ કરી દીધી.


નિદેબન જિલ્લા પરિષદની ચૂંટણી માટે ટિકિટ માંગી રહેલા મધુકર એકુરકેકરના સમર્થકોનો દાવો છે કે વર્ષોથી સમર્પિત પાયાના કામ કર્યા હોવા છતાં પાર્ટીએ તેમને બાજુ પર મૂકી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News