કોવિડ-૧૯ રસીકરણ પછી ગંભીર આડઅસરોથી પ્રભાવિત લોકો માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 'નો-ફોલ્ટ વળતર નીતિ' ઘડવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે રસીકરણ પછી પ્રતિકૂળ ઘટનાઓ પર દેખરેખ રાખવા માટેની હાલ જે સિસ્ટમ છે તે ચાલુ રહેશે.કોર્ટે એમ પણ કહ્યું કે ૨૦૨૧ના ચુકાદામાં જણાવ્યા મુજબ, આવા કેસ સંબંધિત ડેટા સમયાંતરે જાહેર કરવો જોઈએ.કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રતિકૂળ ઘટનાઓની તપાસ માટે અલગ નિષ્ણાત સમિતિ બનાવવાની જરૂર નથી.
રચના ગંગુ અને વેણુગોપાલન ગોવિંદન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે સુપ્રીમે આ નિર્ણય જાહેર કર્યો છે.અરજદારોનો આરોપ છે કે તેમની પુત્રીઓનું મૃત્યુ કોવિડ રસીની પ્રતિકૂળ અસરોને કારણે થયું હતું. આ કેસમાં કેન્દ્ર દ્વારા કેરળ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પણ સામેલ હતી. કેન્દ્રએ અગાઉ જણાવ્યું હતું કે કોવિડ રસીકરણ સ્વૈચ્છિક હતું, અને તેથી, તે વળતર આપવા માટે બંધાયેલું નથી.અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીઓનું મૃત્યુ કોવિડ રસીની પ્રતિકૂળ અસરોને કારણે થયું છે. તેમણે કોવિડ-19 રસીઓથી થયેલા કથિત મૃત્યુ માટે કેન્દ્ર સરકાર પાસેથી વળતરની માંગણી કરી હતી. તેમણે રસીકરણની આડઅસરોની તપાસ કરવા માટે નિષ્ણાત સમિતિની પણ માંગણી કરી હતી.
કેન્દ્રએ એક અલગ અરજી કરી હતી
કેન્દ્રએ આ કેસમાં એક અલગ અરજી દાખલ કરી હતી, જેમાં કેરળ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિનું મૃત્યુ રસીકરણને કારણે થયું હતું. કેન્દ્રએ જણાવ્યું હતું કે રસીકરણ સ્વૈચ્છિક હોવાથી તે વળતર આપવા માટે બંધાયેલું નથી.ગયા વર્ષે 13 નવેમ્બરના રોજ વિગતવાર દલીલો સાંભળ્યા પછી, ન્યાયાધીશ વિક્રમ નાથે કહ્યું કે કોર્ટ બધી રજૂઆતો પર વિચાર કરશે અને સુધારા અરજી તેમજ વ્યાપક મુદ્દાઓ પર નિર્ણય લેશે.