આ નવ મેઘ જેની વાણીમાં છે તે મેઘવાણી એટલે મેઘાણી જીવવાનો કવિ છે: મોરારિબાપુ
આ નવ મેઘ જેની વાણીમાં છે તે મેઘવાણી એટલે મેઘાણી જીવવાનો કવિ છે: મોરારિબાપુ
March 14, 2026 02:15 PM
માણસ મેઘાણી રામકથાના સાતમા દિવસે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટા હતા. કથાના પ્રારંભે મોરારીબાપુએ બગસરાની ભૂમિને અસ્મિતાપૂર્ણ ભૂમિ ગણાવી હતી. શઆતમાં કેટલાંક સર્જકોના પુસ્તક વિમોચન થયાં, નીતિન વડગામા દ્રારા કથાના સારદોહનપ ગ્રંથનું પણ વિમોચન થયું. ઉદઘોષણા કરતાં હરિશચદ્રં જોશીએ કહ્યું હતું કે જેની ધૂળમાં રમીને મેઘાણીજી મોટા થયા એવા બગસરામાં કથા ચાલી રહી છે તેનો આનદં છે. બગસરામાં કથા ચાલતી હતી ત્યારે બાપુએ નોંધ્યું હતું કે દરેક કથામાં શ્રોતાજનો શાંતિ જાળવતા હોય છે પરંતુ બગસરાની કથામાં શ્રોતાજનોએ સૌથી વિશેષ શાંતિથી કથા માણી છે પંખાનો પણ અવાજ સંભળાય એટલી શાંતિથી શ્રોતાજનો કથાને માણે છે એ જ બગસરાના લોકોનો વિવેક અને સાહિત્યપ્રીતિ બતાવે છે. કથાના સંદર્ભમાં બાપુએ જણાવ્યું હતું કે મોટા એ હંમેશા નાનાને માથા પર રાખવા જોઈએ, તેનું સન્માન કરવું જોઈએ જેવી રીતે પર્વત તણખલાઓને માથા પર રાખે છે અને સમુદ્ર ફીણને માથા પર ધારણ કરે છે એવી રીતે નાનામાં નાના માણસનું સન્માન થવું જોઈએ. મેઘાણીના સાહિત્યના સંદર્ભમાં બાપુએ કહ્યું હતું કે મેઘાણી પાસે શબ્દ છે, સ્પર્શ છે, ગધં છે એમ ઇન્દ્રિયોને દરેક રીતે સંતપર્ક એવું સાહિત્ય મેઘાણીજીનું છે પરંતુ બાપુએ વિશેષ ઉમેયુ હતું કે મેઘાણીનો શબ્દ છે એમાં વિશેષ સ્પર્શ છે એ દરેકને સ્પર્શે છે. અને એટલે જ આજ સુધી મેઘાણીનો શબ્દ આ રીતે નિત્યનુતન છે.મેઘાણી જીએ વર્ણના વાડાને તોડી નાખ્યા છે બભેદુની ભીંતોને ભાંગી નાખી છે અને દરેક વર્ણના માણસની અસ્મિતાનું વર્ણન મેઘાણીએ પોતાના સાહિત્યમાં કયુ છે.તેવું બાપુએ ઉમેયુ હતું . તો વડીલોને માન આપવું જોઈએ તેઓ શાક્રનો આધાર લઈને બાપુએ કહ્યું હતું કે વડીલોને માન આપવાથી ચાર ફાયદા થાય છે. ઉંમર વધે છે,વિધા વધે છે,પ્રતિ ા વધે છે અને બળ એટલે કે પ્રાણ તત્વ વધે છે. મેઘાણીજીની કરિયાવર વાર્તાના સંદર્ભમાં બાપુએ કહ્યું હતું કે મેઘાણી જે હિરબાઈના વિદાયનો જે વર્ણન કયુ છે તે વર્ણન શકુંતલાને યારે કણવઋષિ વિદાય આપે છે એ કોટીનું અને તે સ્તરનું વર્ણન છે અને એટલે જ કાળીદાસથી કલાઉત(કાળીદાસના પુત્ર મેઘાણી )સુધીની રેન્જ મેઘાણીના સાહિત્યમાં છે. રામકથાના પ્રવાહને આગળ વધારતા સતીએ દક્ષ મહારાજના યજ્ઞમાં દેહ ત્યાગ્યો ત્યાંથી ફરી હિમાલયને ત્યાં જન્મ લેશે.શિવજીની પ્રાિ માટે તપ કરે છે અને પરિણામ સ્વપે શિવજીના અને પાર્વતીના વિવાહ થાય છે પ્રસગં માનસના અદભુત પ્રસંગોમાંનો એક છે તેનું ખૂબ જ રસપૂર્ણ વર્ણન કથામાં થયું અને તમામ શ્રોતાઓ રસમ બન્યા હતા. મેઘાણીને બાપુએ જીવવાનો કવિ ગણાવ્યા હતા.મેઘાણીના સાહિત્ય માટે જીવનભર ખર્ચનાર રણછોડભાઈ માંના પુસ્તકોનું પણ વ્યાસપીઠ પરથી વોમોચન થયું હતું. રણછોડભાઈ હંમેશા મેઘાણીની વેષભુષામાં રહે છે તેની નોંધ પણ લીધી હતી.