મકાનમાલિકની સાથે કામ કરનાર શખસે મિત્ર સાથે મળી હાથફેરો કર્યેા હતો: ચાંદીનો ઢાળીયો, રીક્ષા સહિત ૩.૬૧ લાખનો મુદ્દામાલ કબજ
શહેરના રેલનગર મેઇન રોડ પર ક્રિષ્ના લીંક એપાર્ટમેન્ટની સામે આવેલા મકાનમાંથી મંદિરમાંથી ચાંદીના છત્તર અને ચાંદીના ગરબા સહિત .૧.૭૧ લાખના આભૂષણોની ચોરી થઇ હતી. ચોરીના આ બનાવનો ભેદ પ્ર.નગર પોલીસે ઉકેલી નાખી સુરેન્દ્રનગર અને વઢવાણના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીનો ઢાળીયો કિં. . ૧.૭૧ લાખ, સીએનજી રીક્ષા અને મોબાઈલ સહિત ૩.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.આરોપી દીપક ઉર્ફે વિજય ફરિયાદી સાથે સેન્ટ્રીંગ કામે જતો હોય જેથી બંને વચ્ચે પરિચય હતો અને તે ફરિયાદીના ઘરે પણ અવારનવાર આવતો જતો હતો.બાદમાં તેણે મિત્રને બોલાવી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રેલનગર મેઇન રોડ પર ક્રિષ્ના લીંક એપાર્ટમેન્ટની સામે કુળદેવી કૃપા મકાનમાં રહેતા ધીરજભાઈ મનસુખભાઈ કાનપરા (ઉ.વ. ૫૪) દ્રારા ગઈ તા. ૧૧૩ ના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૭૩ ના સવારના તેઓ કામ પર ગયા હતા અને તેમના પુત્ર કમલ નોકરી પર ગયો હતો. બાદમાં છ વાગ્યે નોકરી હતી છૂટી સાત વાગ્યા આસપાસ ઘરે પહોંચતા દરવાજાનો લોક તૂટેલો હોય અને સામાન વેરવિખેર હોવાનું માલુમ પડું હતું. બાદમાં ઘરમાં તપાસ કરતા ઘરમાં કુળદેવી માતાજીના મંદિરનો પડદો હટાવતા ચાંદીના બે છત્તર કિં.. ૯૫ હજાર અને ચાંદીનો ગરબો કિંમત પિયા ૭૬ હજાર સહિત કુલ પિયા ૧. ૭૧ લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડું હતું જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઈ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા, કોન્સ્ટેબલ તૌફિકભાઈ અને વિરેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ચોરીના આ બનાવમાં વઢવાણમાં રહેતા જીગર ઉર્ફે જીગો ઝાલાભાઇ કાટોડીયા (ઉ.વ. ૨૬) અને સુરેન્દ્રનગરમાં રહેતા દીપક ઉર્ફે વિજય જગદીશભાઈ મોરી (ઉ.વ. ૨૬) ને ઝડપી લીધા હતા. પોલીસે આ બેલડી પાસેથી ૯૧૮ ગ્રામનો ચાંદીનો ઢાળીયો કિંમત પિયા ૧.૭૧ લાખ સીએનજી રીક્ષા અને મોબાઈલ સહિત ૩.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.આ કામગીરીમાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ જે.બી. રાણીંગા, એએસઆઇ રવિભાઈ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઈ વાવડીયા, મયુરરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ રિયાઝભાઈ ભીપૌત્રા, વનરાજભાઈ બોરીચા, ચાપરાજભાઈ ખવડ, તૌફિકભાઈ મંઘરા, તૌફિકભાઈ જુણાચ અને વિરેન્દ્રસિંહ, વિશ્વજીતસિંહ સાથે રહ્યા હતા
પ્રૌઢની સાથે સેન્ટ્રીંગ કામ કરનાર શખસે ઘરે આભુષણો જોયા અને નિયત બગડી
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દીપક ઉર્ફે વિજય ફરિયાદી સાથે સેન્ટ્રીંગ કામે જતો હોય જેથી બંને વચ્ચે પરિચય હતો અને તે ફરિયાદીના ઘરે પણ અવારનવાર જતો આવતો હતો. દરમિયાન તેની નજર મંદિરમાં ચાંદીના છત્તર પર પડી હતી. બાદમાં તેણે વઢવાણમાં રહેતા તેના મિત્ર જીગર ઉર્ફે જીગાને આ વાત કરી હતી તેને અહીં બોલાવી બંન્નેએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો