જામનગરમાં લીમડાલેન સ્થિત આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં અંતેવાસી માતાઓને તથા શ્રીરામ મૂકબધિર વિદ્યા વિહાર ટ્રસ્ટની વિદ્યાર્થીનીઓને ભેટથી સન્માનિત કરવાનો સેવાકીય ઉમદા પ્રયાસ 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો.
નેવલ એનસીસીનાં ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફને આશીર્વાદ આપતા અંતેવાસી વૃધ્ધ મહિલાઓએ જણાવ્યું હતું કે, 'દેશની સેવા કરતા સેનાનીઓ આજે અમારે આંગણે આવી અમને સન્માનિત કર્યા,યાદ કર્યા , અમારી સાથે વાતો કરી તેનાથી અમને ખૂબ જ ગર્વની અને ખુશીની લાગણી થઈ છે. જાણે ભગવાને વિશેષ ખુશ થઈને અમને આજના દિવસે તમને મળાવ્યા હોય તેવું અનુભવી રહ્યા છીએ.'
આ સેવાકીય કાર્યક્રમમાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસીનાં કમાંડીંગ ઓફિસર, એસોસીએટ એનસીસી ઓફિસર, પીઆઈ સ્ટાફ, કેર ટેકર ઓફિસર તથા સરસ્વતી વિદ્યામંદિરનાં કેડેટસની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
