મોટા પીર એટલે કે ગૌષે આઝમની આજે ૧૧મી શરીફ નિમિતે ઇદ-એ-ગૌષીયાની શહેરભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, શનિવારે મોટી રાત્રે મસ્જીદોમાં જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.
ગૌષે પાકની બાલ મુબારકની ઝીયારત કરાવવામાં આવી હતી, ઘરોમાં ખત્મે દુરૂદ, સહિતના કાર્યક્રમો થયા હતાં અને મુસ્લિમ બિરાદર દ્વારા એકમેકને ઇદ-એ-ગૌષીયાની મુબારકબાદી પાઠવવામાં આવી હતી, આ તકે સાયનપીર ચોકથી ઝુલુસ નિકળ્યું હતું જે નિયત રૂટ પર ફરીને દરબારગઢ ખાતે સમાપ્ત થયું હતું. અલમદદ પીરાને પીર ગૌષે આઝમ દસ્તગીરના નારા ગુંજી ઉઠયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
