દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસશીલ કલ્યાણપુર તાલુકા અંતર્ગત ગ્રામ પંચાયતના ક્ષેત્રોમાં સંપૂર્ણ, સંતુલિત અને ટકાઉ વિકાસ સાધવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવની સૂચના અનુસાર દરેક ગામ ખાતે ગ્રામ પ્રભારી અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે.
આ પ્રભારી અધિકારીઓ સાથે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ બેઠક યોજી હતી. બેઠકમાં કલેકટર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને પરિણામલક્ષી કાર્ય થાય તે માટે સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી અને અન્ય સંબંધિત અધિકારીઓ અને ગ્રામ પ્રભારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નોંધનીય છે કે, ગ્રામ પ્રભારી અધિકારી તેમને ફાળવ્યા મુજબના ગામે દર માસે જાતે મુલાકાત લઈને સરપંચ અને ગ્રામજનો સાથે સંવાદ કરીને ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ થાય અને શિક્ષણ/આરોગ્ય અને કુપોષણ દુર કરવા માટે સરકારની યોજઓનો પ્રચાર પ્રસાર થાય તે સુનિશ્ચિત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
