જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો ૨ કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હોવાનું જાહેરનામું જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગર તરફથી મળેલ દરખાસ્ત અન્વયે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પ્રોઝિટીવ કેસ નોંધાયેલ હોવાથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ની કલમ ૩ અન્વયે લાખાબાવળ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને તેની આસપાસના ૨ કી.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી, જામનગરને કોલેરા નિયંત્રણ અધિકારીશ્રી તરીકે નિયુક્તિ કરી નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એનાયત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application