કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રામભાઈ સામતભાઈ પરમાર નામના યુવાન ગત તા. 29 મી ના રોજ તેમના જી.જે. 25 એન. 4841 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને રાવલથી ગાગવા ધાર જતા હતા. તે દરમિયાન અહીંના પોરબંદર હાઈવે માર્ગ પર ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર વિંઝલપર અને કેશોદ ગામના પાટીયા વચ્ચે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે રામભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાણાભાઈ સામતભાઈ પરમાર (ઉ.વ. 48, રહે. હનુમાન ધાર, રાવલ) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
માનસિક રીતે અસ્વસ્થ ખાખરડાના પ્રૌઢએ ગળાફાંસો ખાધો
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા ગજુભા ભીમસિંહ જાડેજા નામના 57 વર્ષના દરબાર પ્રૌઢ છેલ્લા આશરે 30 વર્ષથી માનસિક રીતે બીમાર હોય અને તેમની માનસિક દવા પણ ચાલુ હોય, તે વચ્ચે ગત તા. 29 મી ના રોજ તેમણે પોતાના હાથે પોતાના ઘરે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પ્રવીણસિંહ જાડેજા (રહે. ખાખરડા) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
