ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે અગ્નિવિર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આર્મી રિકૃટિંગ ઓફીસ, જામનગર દ્વારા આગામી તા. ૦૧/૦૬/૨૦૨૬ થી તા. ૧૫/૦૬/૨૦૨૬ દરમિયાન અગ્નિવિર ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમાં સહભાગી થવા ઈચ્છતા જામનગર જિલ્લાના લાયક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા તા. ૧૩/૦૨/૨૦૨૬ થી શરૂ કરવામાં આવી છે, જે તા. ૦૧/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
આ ભરતી મેળામાં સામેલ થવા માટે ઉમેદવારની ઉંમર ૧૭.૫૦ થી ૨૨ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધોરણ ૦૮ થી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ. આ ભરતી પ્રક્રિયામાં માત્ર અપરિણીત પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે.ભરતી અંગેની વધુ વિગતો માટે ઉપરોક્ત સત્તાવાર પોર્ટલનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
