રાજકોટ ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ ક્લોઝિંગ સેરેમની કાર્યક્રમ પોલીસ હેડ ક્વાર્ટરમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. રાજકોટમાં છેલ્લા ૧૨ દિવસથી ચાલતી ૭૪મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપની ક્લોઝિંગ સેરેમનીનો જાજરમાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, સિનિયર આઈપીએસ રાજુ ભાર્ગવ, જેલવડા સિનિયર આઈપીએસ ડો .કે.એલ.એન રાવ, ગુજરાત સ્ટેટ આઇબીના વડા આઇપીએસ રાજીવ આહિર, હથિયારી એકમના પી.કે રોશન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ વિજેતા ટીમના તમામ ખેલાડીઓને શિલ્ડ, તેમજ મોમેન્ટો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈ, ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા સહિતના અધિકારી અને કર્મચારીઓની તનતોડ મહેનત રાત-દિવસની મહેનતથી જાજરમાન કાર્યક્રમનું આયોજન સાકાર થયું હતું.