BREAKING NEWS

રાજકોટવાસીઓને રાહત... બપોરે 1થી 4 વાગ્યા સુધી શહેરમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા મનપાનો નિર્ણય

  • March 13, 2026 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં સતત વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહાનગરપાલિકા તથા રાજકોટ શહેર પોલીસના સંકલનથી હીટ વેવ એક્શન પ્લાન હેઠળ બપોરે ૧:૦૦ થી ૪:૦૦ વાગ્યા સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવશે.


મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, આ સમય દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ પર લાંબા સમય સુધી તડકામાં ઊભા રહેવું ન પડે અને તેઓ ઉગ્ર ગરમીના સીધા પ્રભાવથી બચી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન ટ્રાફિકનું સંચાલન જરૂરી મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે.


મહાનગરપાલિકાએ નાગરિકોને ગરમીના દિવસોમાં ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. બપોરના ૧૨ થી ૪ દરમિયાન શક્ય હોય તેટલું બહાર ન નીકળવું, બહાર જવું પડે તો માથું ઢાંકવું, પૂરતું પાણી અને પ્રવાહી પીવું, હળવા રંગના ઢીલા કપડાં પહેરવા તથા લાંબા સમય સુધી તડકામાં રહેવાનું ટાળવું જરૂરી હોવાનું જણાવાયું છે.


વૃદ્ધો, નાના બાળકો અને બીમાર વ્યક્તિની ખાસ કાળજી રાખવા તથા ચક્કર આવવું, માથું ભારે લાગવું, ઉલટી કે થાક લાગે તો તરત જ છાંયામાં આરામ કરી તબીબી સલાહ લેવાની સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application