ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર વિસ્તૃત ચર્ચા બાદ તેને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે ગ્રામીણ વિકાસ અને વહીવટી માળખાને મજબૂત કરવા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.
રાજ્યમાં વધતા જતા વિકાસકામો અને વહીવટી જટિલતાને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા મોટાપાયે રોજગારી અને માળખાગત ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે પંચાયત સેવાના વિવિધ સંવર્ગેામાં ૬૦૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વહીવટી સરળતા માટે ૧૨૭ વિસ્તરણ અધિકારી અને ૨૨૨ મદદનીશ ઈજનેરોની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. બનાસકાંઠાના વિભાજન બાદ નવરચિત વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરાઈ છે.
ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા માટે ડોર-ટુ-ડોર કચરાનું કલેકશન, ઘન કચરો પ્રક્રિયા એકમો, કચરા વ્યવસ્થાપન અને કોમ્પોસ્ટિંગ જેવી તમામ પ્રવૃત્તિઓને હવે એક જ માળખા હેઠળ લાવવાનો નિર્ણય લેવાયો છે. વળી, ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાઓથી સ અટલવાડી નું નિર્માણ કરવામાં આવશે, જે ગ્રામીણ સામાજિક જીવનના કેન્દ્ર તરીકે કાર્ય કરશે.
પીએઆઈ ઇન્ડેકસમાં ગુજરાતનું વર્ચસ્વ
મંત્રીએ ગર્વપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકારના પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેકસ (પીએઆઈ) હેઠળ એસડીજી (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ)ની ૯ થીમ પર થતા મૂલ્યાંકનમાં ગુજરાતે ઉત્કૃષ્ટ્ર દેખાવ કર્યેા છે. સમગ્ર દેશમાં પીએઆઈ–એ કેટેગરીમાં સ્થાન પામેલી કુલ ૬૯૯ ગ્રામ પંચાયતોમાંથી ૩૪૬ પંચાયતો માત્ર ગુજરાતની છે, જે રાયની પંચાયતી રાજ સંસ્થાઓની કાર્યક્ષમતા દર્શાવે છે.