BREAKING NEWS

કોર્મશીયલ ગેસના બાટલાની સપ્લાય ૬ દી થી બંધ, જામનગરમાં હોટલો-રેસ્ટોરન્ટધારકો ચિંતામાં

  • March 13, 2026 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્મશીયલ ગેસના બાટલાની સપ્લાય ૬ દી થી બંધ, જામનગરમાં હોટલો-રેસ્ટોરન્ટધારકો ચિંતામાં


ખાડી યુઘ્ધના કારણે ગેસની સપ્લાયને ભારે ફટકો પડતા જામનગર સહીત દેશભરમાં છેલ્લાં ૬ દીવસથી કોર્મશીયલ ગેસના બાટલાની સપ્લાય બંધ છે. આથી કોર્મશીયલ ગેસના બાટલાનો ઉપયોગ કરતા હોટલો-રેસ્ટોરન્ટધારકો ભારે ચિંતામાં મૂકાયા છે.ગેસની શોર્ટ સપ્લાયના પડકાર સામે જજૂમવા હોટેલના સમયમાં ઘટાડો તળો ખાધ આઇટમોમાં ફેરફાર કરવાની ફરજ પડી હોવાનું હોટલ માલીકોએ જણાવ્યું છે. આટલું જ નહીં વ્યવસાયીક ગેસના બાટલાની સપ્લાય ઝડપથી શરૂ નહીં થાય તો હોટેલ-રેસ્ટોરન્ટ પર સંકટ વધુ ઘેરૂ​​​​​​​ બનવાની ભીતિ પણ તેઓએ વ્યકત કરી છે.

ઇઝરાયેલ, અમેરિકા અને ઇરાન વચ્ચે યુઘ્ધના કારણે ક્રુડ ઓઇલ અને ગેસ સપ્લાયને જબ્બર ફટકો પડયો છે. જેની ખૂબજ માઠી અસર ભારતમાં જોવા મળી છે. ગેસની આયાત ઘટતા ભારતમાં કોર્મશીયલ ગેસની સપ્લાય બંધ થઇ છે. જયારે રાંધણગેસના બુકીંગના નિયમોમાં ફેરફાર કરાયા છે.

જામનગરમાં છેલ્લાં ૬ દીવસમાં કોર્મશીયલ ગેસના બાટલાની સપ્લાય બંધ છે. આથી શહેરમાં કોર્મશીયલ ગેસના બાટલાનો ઉપયોગ કરતા હોટેલો અને રેસ્ટોરન્ટ ધારકો ભારે ચિંતા સાથે મૂંઝવણમાં મૂકાયા છે. હાલ કોર્મશીયલ ગેસના બાટલાનો જૂજ સ્ટોક બચ્યો હોવાનું હોટલો અને રેસ્ટોરન્ટના માલીકોએ જણાવ્યું છે. આટલું જ નહીં વ્યવસાયીક ગેસના બાટલાની સપ્લાય ઠપ્પ થતાં હોટેલના સમયમાં એટલે કે ઘટાડો અને ખાધ સામગ્રીની આઇટમોમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી હોવાનું ઉમેર્યું છે. જો આ જ સ્થિતિ રહી તો વ્યવસાયીક ગેસના બાટલાની સપ્લાય ઝડપથી શ
રૂ​​​​​​​ નહીં થાય તો હોટેલ-રેસ્ટોરન્ટો પર સંકટ વઘુ ઘેરૂ​​​​​​​ બનશે અને હોટલો અને રેસ્ટોરન્ટ ચાલુ કેમ રાખવા તે એક પડકાર બનશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું. જો કોર્મશીયલ ગેસના બાટલાની સપ્લાય પૂર્વવત નહીં થાય અને અન્ય શહેરોની જેમ હોટેલ અને રેસ્ટોરન્ટ લોકડાઉન કરવાની ફરજ પડશે તો બહારથી કામ-ધંધા અને અભ્યાસ અર્થે આવતા લોકો અને વિધાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડશે તે ભીતિ પણ નકારી શકાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application