આવશ્યક ચીજવસ્તુ કાયદો-ECA શું છે? ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેવી સરકારની હૈયાધારણા

  • March 10, 2026 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાન યુદ્ધ પછી, ભારતમાં પણ ગેસ પુરવઠો ચિંતાનો વિષય બની રહ્યો છે. ઘણા શહેરોમાંથી ગેસ પુરવઠાની અછતના અહેવાલો આવી રહ્યા છે. દરમિયાન, ભારત સરકારે ઘરેલુ રસોઈ ગેસનો સુગમ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ લાગુ કર્યો છે. આ કાયદા હેઠળ, રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ કંપનીઓને એલપીજી ઉત્પાદન વધારવા અને એલપીજી ઉત્પાદન માટે ચોક્કસ હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે પણ મોટો નિર્ણય લીધો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે 'સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો સળગતો રાખવાની છે.


આવશ્યક ચીજવસ્તુ કાયદો-ECA શું છે?

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955, ભારત સરકારનો એક કાયદો છે જે આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન, પુરવઠા અને વિતરણનું નિયમન કરે છે. તેનો હેતુ સંગ્રહખોરી અને કાળાબજારને અટકાવીને વાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. આ કાયદા હેઠળ, સરકાર સ્ટોક મર્યાદા નક્કી કરી શકે છે.


ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકારની: ઋષિકેશ પટેલ

ગેસના પુરવઠા અંગે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રયોરીટી ઘરોમાં ગેસનો બાટલો પહોંચે તે છે. ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂક્યો છે. ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ નથી મુક્યો. સરકાર ગેસ પુરવઠો ખોરવાય નહીં તેનું આયોજન કરી રહી છે.


ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા નહિવત્: એલએનજીને ઘરેલું વપરાશ માટે ડાયવર્ટ કરાશે

સ્થાનિક ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા નહિવત્ છે. દેશમાં ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અને સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી ઔદ્યોગિક વપરાશ માટેના એલએનજી (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ના જથ્થાને હવે ઘરેલું વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવશે. આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘરેલું ગ્રાહકો માટે ગેસના દરોમાં કોઈ ફેરફાર કે રેશનલાઈઝેશન (કપાત) કરવામાં આવશે નહીં, જેથી સામાન્ય જનતાને ભાવવધારામાંથી મોટી રાહત મળી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application